આરોગ્ય@શરીર: આ ઘરગથ્થુ ઉપાય અજમાવો,થાઇરૉઇડને નિયંત્રિત કરવામાં કરશે મદદ

વ્યક્તિ થાઇરૉઇડથી પીડાય છે.
 
આરોગ્ય@શરીર: આ ઘરગથ્થુ ઉપાય અજમાવો,થાઇરૉઇડને નિયંત્રિત કરવામાં કરશે મદદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

થાઇરૉઇડની મુશ્કેલી એ છે કે જેઓ તેમાં સપડાયા હોય છે એ પૈકીની એક-તૃતિયાંશ લોકોને ખબર નથી હોતી કે તેમને થાઇરૉઇડ છે. ખાસ કરીને મહિલાઓને થાઇરૉઇડ વધારે થાય છે.થાઇરૉઇડએ પતંગિયા જેવા આકારની એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, જે માનવશરીરમાં ગળામાં આવેલી હોય છે. બિનઆરોગ્યપ્રદ આહાર અને તણાવપૂર્ણ જીવન જીવવાથી થાઇરોઇડ સંબંધિત રોગો થાય છે.

આ રોગથી પ્રભાવિત થનાર વ્યક્તિને થાક, વજનમાં ફેરફાર, ખૂબ ઠંડી લાગવી અને વાળ ખરવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે..થાઈરોઈડનું સંતુલન જાળવવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. કેટલાક ઘરગથ્થુ ઉપચાર વડે થાઈરોઈડ ઘટાડી શકાય છે.

આખા ધાણાનો ઉપયોગ

500 મિલી પાણીમાં 2 ચમચી આખા ધાણા નાખીને આખી રાતે પલાળી રાખવા. પાણીની માત્રા અડધી થઈ જાય ત્યાં સુધી તેને સવારે સારી રીતે ઉકાળી દેવા. ત્યાર બાદ પાણીને ઠંડુ કરીને ધીમે-ધીમે પીવુ. આમ કરવાથી થાઇરોઇડને ઘટાડવામાં મદદ મળશે.

કાચા નાળિયેરનું પાણી

કાચા નારિયેળના પાણીમાં સેલેનિયમ હોય છે, જે થાઈરોઈડના દર્દીઓના સ્વાસ્થ્ય માટે સારુ છે. જેથી બનશે એટલું નાળિયેરનું પાણી પીવું.

અળસીના બીજ

અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. અળસીને પીસીને તેનો પાવડર બનાવીને દરરોજ એક ચમચી પાવડરનું સેવન કરવુ. થાઈરોઈડના દર્દીઓને તેનાથી ફાયદો થાય છે.

ખોરાક

આ સિવાય થાઇરોઇડ રોગમાં ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઇએ.આહારમાં વધુને વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઇએ. બદામ, કાજુ અને સૂર્યમુખીના બીજ જેવા બદામ વધુ ખાઓ. તેમાં કોપરની પૂરતી માત્રા હોય છે, જે થાઈરોઈડમાં ફાયદાકારક છે. મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર ખોરાક લેવાથી પણ થાઈરોઈડને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. થાઈરોઈડના ઘરેલું ઉપચાર અંતર્ગત દૂધ અને દહીંનું વધુ સેવન કરવું જોઈએ.