આરોગ્ય@શરીર: શિયાળામાં ખજૂર ખાવાથી હાઈ બીપીને કંટ્રોલ કરવાની સાથે લોહીની ખામી કરશે દૂર

કબજિયાતની સમસ્યામાં કરે છે ફાયદો
 
આરોગ્ય@શરીર: શિયાળામાં ખજૂર ખાવાથી હાઈ બીપીને કંટ્રોલ કરવાની સાથે લોહીની ખામી કરશે દૂર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલના સમયમાં શરીરનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. ડ્રાયફ્રૂટ્સ હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે પણ અનેક લોકો તેના ઉપયોગને લઈને કન્ફ્યૂઝ રહે છે. શિયાળામાં ખજૂર ખાવાથી શરીરને શું ફાયદા થાય છે અને કઈ સમસ્યામાં લાભદાયી છે તે જાણી લેવું જરૂરી છે.

ખજૂરને શિયાળાનો સાથી માનવામાં આવે છે. તેના સેવનથી શરીરને ગરમી મળે છે અને સાથે તેના પોષક તત્વો એક નહીં અનેક સમસ્યામાં ફાયદો આપનારા સાબિત થાય છે. તો જાણો કયા ફાયદા મળે છે.

હાઈ બીપીને કંટ્રોલમાં રાખે છે

શિયાળામાં તાપમાન ઘટે છે તેનાથી બ્લડ વેસલ્સ અસ્થાયી રીતે સંકોચાઈ જાય છે. તેના કારણે બ્લડ યોગ્ય રીતે સપ્લાય કરી શકતું નથી અને આ કંડીશનમાં બ્લડ પ્રેશર વધે છે. એવામાં તમે શિયાળામાં હાઈ બીપીને કંટ્રોલમાં રાખવા ઈચ્છો છો તો તમે ખજૂરનું સેવન કરો. તેમાં પોટેશિયમ પણ છે જે બીપીને કંટ્રોલ કરવામાં કારગર છે.

ડાયાબિટીસને કરશે કંટ્રોલ

શિયાળામાં ગળ્યું ખાવાની ઈચ્છા થતી રહે છે. એવામાં ડાયાબિટીસ વધવાનો ખતરો પણ રહે છે. તમે આ સમયે રોજ ખજૂરનું સેવન કરી શકો છો. તે ગળ્યું હોવાની સાથે ડાયાબિટીસના દર્દીને માટે લાભદાયી રહે છે. કેમકે તેમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું રહે છે જે તેને ડાયાબિટીસ દર્દીને માટે ફાયદો કરે છે.

લોહીની ખામીને કરશે દૂર

શિયાળામાં અનેક એવા લોકો છે જેને લોહીની ખામીની ફરિયાદ રહે છે. તમે તેને એનિમિયાના નામે ઓળખો છો. ખજૂરના સેવનથી લોહીની ખામીને દૂર કરી શકાય છે. તેમાં વધારે આયર્ન હોય છે. તેના ફાઈબર અને વિટામિન સી જેવા પોષક તત્વો પણ હોય છે જે આયર્નને શરીરમાં અવશોષિત કરવામાં મદદ કરે છે.

હાડકાંને રાખશે મજબૂત

શિયાળામાં ખાસ કરીને માંસપેશીઓ અને હાડકાની સમસ્યા રહે છે. દર્દથી લોકો પરેશાન રહે છે અને આ સમયે ખજૂરનું સેવન કરવું. તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ, ફોસ્ફરસ, કોપર, મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે હાડકાંના સ્વાસ્થ્ય માટે સારું છે. શિયાળામાં ગઠિયાના દર્દીની તકલીફો વધે છે. તેઓએ રોજ 2 ખજૂરનું સેવન કરવું.

શરદી અને ખાંસીથી બચાવશે

શિયાળાની સીઝનમાં લોકો શરદી અને ખાંસીની ઝપેટમાં આવી જાય છે. આ સમસ્યામાં ખજૂર તમારી મદદ કરી શકે છે. તેના પોષક તત્વો ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવે છે અને શરદી અને ખાંસીથી રાહત આપવાનું કામ કરે છે.

કબજિયાતની સમસ્યામાં કરે છે ફાયદો

શિયાળામાં ખાસ કરીને કબજિયાતની સમસ્યા રહે છે. એવામાં તમે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખજૂરનું સેવન કરો. તેનાથી તમને આરામ મળી શકે છે. રાતે સૂતા પહેલા ખજૂરને પાણીમાં પલાળો અને સવારે તેને ખાઈ લેવાથી તમારું મેટાબોલિઝમ સારું રહે છે.