ધાર્મિક@કચ્છ: માતાના મઢ ખાતે નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડ ઉમટી
ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
Sep 25, 2025, 15:52 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે નવરાત્રિનો ચોથો દિવસ છે. ધામધુમથી નવરાત્રિનો આ તહેવાર ઉજવવામાં આવતો હોય છે. કચ્છની કુળદેવી દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે નવરાત્રિના ત્રીજાં નોરતે પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
અમાસની રાત્રે મઢના જાગીરદાર યોગેન્દ્રસિંહજી રાજા બાવાના હસ્તે પરંપરાગત રીતે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી, અને નવરાત્રિના બીજા દિવસે સવારથી જ મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લા છ દિવસથી માઈ ભક્તોનો પ્રવાહ અવિરત ત્રીજાં નોરતે પણ યથાવત છે. ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.