બનાવ@જામનગર: રસ્તે રઝળતા એક ખુંટીયાએ બાઈક ચાલકનો જીવ લીધો, જાણો વધુ વિગતે

ગંભીર ઈજા પામનાર બાઈક ચાલક નું મૃત્યુ
 
બનાવ@જામનગર: રસ્તે રઝળતા એક ખુંટીયાએ બાઈક ચાલકનો જીવ લીધો, જાણો વધુ વિગતે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં રખડતા ઢોરનો ત્રાસ ખુબજ વધી ગયો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાય છે. કેટલાક લોકો મોતને ભેટતા હોય છે.  જામનગર - રાજકોટ ધોરી રોખપાટ ગામના પાટીયા નજીક ગઈકાલે રાત્રે જાહેરમાં રસ્તે રઝળતા એક ખુંટીયાએ માનવ જિંદગીનો ભોગ લીધો છે. રસ્તામાં બાઈક ચાલકને આડે ખૂટિયો ઉતરતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજા પામનાર બાઈક ચાલક નું મૃત્યુ થયું હતું.

જામનગર શહેર - જિલ્લામાં શરસ્તે રઝળતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો. છે. પરિણામે સમયાંતરે રખડતા ઢોરને કારણે વાહન અકસ્માતો થઈ રહ્યા છે અને તેમાં મૃત્યુ પામવાના બનાવો પણ વધી રહ્યા છે. ગઈકાલે આવા જ એક વધુ બનાવમાં બાઈક ચાલક વૃદ્ધનું મૃત્યુ થયું હતું જામનગર રાજકોટ હાઇવે પર શેખપાટ ગામના પાટિયા પાસે ધી ડિનેશભાઈ ટંકારીયા નામના બુઝુર્ગ ખાઈક લઈને પસાર થતા હતા.

જ્યારે અચાનક રસ્તામાં ખૂટ્યો આડી ઉતરતાં તેમને અકસ્માત નડયો હતો. આ બનાવમાં તેઓને ગંભીર ઈજા થવાથી સારવાર માટેબીજી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો અને તપાસ હાથ ધરી હતી.