ગુનો@હળવદ: ચોકડી ખાતે ઉભેલ ટ્રક ચાલકને એક સખ્સે છરી મારી ઈજા પહોચાડી

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
 
ગુનો@હળવદ: સગીરાના ઘરમાં ઘુસી  ઇસમેં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો અને બદનામ કરવાની ધમકી આપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મરીના કેટલાય બનાવો સામે આવતા હોય છે. જેમાં લોકોને ગંભીર ઇજાઓ પહોચતી હોય છે. હળવદ ની મોરબી ચોકડી ખાતે ઉભેલ ટ્રક ચાલકને એક સખ્સે છરી મારી ઈજા પહોચાડી હોય જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ બનાસકાંઠાના ડીસા ખાતે રહેતા દિલાવરખાન ગુલાબખાન પઠાણ એ હળવદ પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે તે આઈશર ગાડી જીજે 08 એયુ ૯૩૨૨ ચલાવે છે ગત તા. ૩૦-૧૧ ના રોજ સાંજના સુમારે દિલાવરખાન આઈશર ગાડી પાલનપુર ખાલી કરી ધ્રોલ ભરવા માટે આવતો હોય દરમિયાન હળવદ ની મોરબી ચોકડી ખાતે પહોચ્યો હતો ત્યારે ચોકડી પર કિન્નર ને ગાડી ઉભી રાખી પૈસા આપતો હતો એવામાં એક અજાણ્યો ઇસમ પાછળથી આવીને દિલાવરખાનને છરી મારી દીધી હતી તો દિલાવરખાન આઈશર નીંચે ઉતારવા જતા બીજો છરીનો ધા ઝીંકી દેતા દિલાવરખાનને ઈજા પહોચતા સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ બાદ ડીસા ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જે મામલે દિલાવરખાને લાલો રહે-મહેસાણા કે અમદાવાદ તરફ વાળા સામે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.