ઘટના@જામનગર: પારસ સોસાયટીમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગી
આગ લાગવાની ઘટના બનતી હોય
Oct 19, 2023, 16:13 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. આવી જ આગ લાગવાની ઘટના જામનગર પણ બની છે. જામનગરના પારસ સોસાયટીમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની 3 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે.જામનગરના પોશ વિસ્તારમાં આગ લાગવાથી અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.