બનાવ@અમદાવાદ: સિંધુભવન રોડ પર એક નબિરાએ બાઇક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું

આરોપીની શોધખોળ શરૂ
 
આરોપીની શોધખોળ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતનો બનાવ સામે આવતો હોય છે. અમદાવાદના એસજી હાઈવે તથ્ય પટેલે જેગુઆર કારથી લોકોના ટોળાને કચડી નાંખ્યું હતું. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. અમદાવાદના પોશ વિસ્તાર ઘટનાતા સિંધુભવન રોડ ઉપર તથ્ય પટેલવાળી થઈ હતી. એક નબિરાએ થાર જીપને બેફામ હંકારીને બાઇક ચાલકને ઉડાવી દીધો હતો. જેના પગલે બાઇક સવાર સગીર યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સિંધુભવન રોડ ઉપર ઓર્નેટ પાર્ક ચાર રસ્તા પાસે થાર કાર ચાલકે ફૂલ સ્પીડમાં જીપ હંકારીને રોડ પર પસાર થતાં જયદીપ વિપુલભાઈ સોલંકી નામના બાઇક સવારને અડફેટે લીધું હતું. જેના પગલે બાઇક સવાર રોડ પર પટકાયો હતો. અકસ્માત બાદ બાઇક સવાર જયદીપ સોલંકીને સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડ્યો હતો. અકસ્માત સર્જીને થાર ચાલક ઘટના સ્થળે જીપ મુકીને ફરાર થયો હતો.

થાર ચાલકે અકસ્માત સર્જીને સ્થળ ઉપર જીપ મૂકીને ફરાર થયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ જીપના નંબર પ્લેટના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ત્યારે જીપ કોની છે અને અકસ્માત કરનારનું નામ શું છે એ બધું તપાસમાં જાણવા મળશે. ત્યાર બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જયદીપ સોલંકીને સારવાર અર્થે બોપલ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરીને આગળની તપાસ હાથ ધરી છે.