બનાવ@ગુજરાત: કચરાના ઢગલામાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી
જનેતાને લાંછન લગાડતો કીસ્સો
Aug 8, 2024, 09:48 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક જગ્યાએથી નવજાત શિશુ મળી આવતા હોય છે. ફરી એકવાર છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં જનેતાને લાંછન લગાડતો કીસ્સો સામે આવ્યો છે. કલારાણી આરોગ્ય કેન્દ્રની પાછળ કચરાના ઢગલામાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
માસૂમ બાળકીની વેદના શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આરોગ્ય કેન્દ્રની પાછળ આવેલી દિવાલ પાસેથી એક વ્યક્તિ પસાર થઇ રહીં હતી. ત્યારે અચાનક તેની નજર ગંદકીમાં પડેલા એક નવજાત બાળકી ઉપર પડી હતી.
આ નવજાત બાળકીના શરીર ઉપર કીડા, મકોડા ફરી વળતાં તે કણસી રહ્યું હતું. જેથી તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને સ્ટાફને જાણ કરતા સ્ટાફે તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી.
બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી. હાલમાં તો બાળકીને કોણ ત્યજી ગયું તેની તપાસ પોલીસ કરી રહી છે.