દુર્ઘટના@ટંકારા: મીતાણા ગામ નજીકથી પસાર થતા રાહદારીને કાર ચાલકે અડફેટ લેતા ગંભીર ઈજા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દિવસે-દિવસે દુર્ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.રોજ કોઈને-કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતાજ હોય છે.ડાયવરોની બેદકારીના કારણે કેટલાક માસુમ લોકો પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે.દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન કરવાથી દુર્ઘટનાઓ બનતી હોય છે.મીતાણા ગામ નજીકથી પસાર થતા રાહદારીને કાર ચાલકે ઠોકર મારતા ,ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું અને રાહદારીને ટક્કર મારી ગાડી ઉભી ના રાખી ચાલક નાસી ગયો હતો જે બનાવ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
ટંકારાના મીતાણા ગામના રહેવાસી ભરતભાઈ નરશીભાઈ ઢેઢી (ઉ.વ.૩૫) ટાટા કંપનીની કેશરી કલરની ગાડી એમએચ ૦૩ સીવી ૩૮૩૨ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા.૨૧ ના રોજ સાંજે છ વાગ્યે ગણેશપર રોડ પર આવેલ ખેતીની જમીને ફરિયાદી ભરતભાઈ અને તેના ભાઈ હરેશભાઈ ખેતીકામ કરતા હતા અને સાડા સાતેક વાગ્યે મોટા ભાઈ હરેશભાઈ ઘરે જવા નીકળ્યા હતા.હરેશભાઈ પગપાળા ચાલીને જતા હતા અને બાદમાં ફરિયાદી ભરતભાઈ સાયકલ લઈને ઘરે જવા નીકળ્યા હતા. જ્યાં ગણેશપર પાટિયા પાસે લોકોના ટોળા એકત્ર થયા હતા અને સ્થળ પર ફરિયાદીના ભાઈ હરેશભાઈ રોડની સાઈડમાં સુવડાવ્યા હતા.જેને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને કપાળમાંથી લોહી નીકળતું હતું.
આમ ફરિયાદીના ભાઈ હરેશભાઈ વાડીથી પગપાળા ચાલીને ઘરે જતા હોય ત્યારે નેકનામ મીતાણા રોડ પર આવેલ ગણેશપરના પાટિયા નજીક ગાડી એમએચ ૦૩ સીવી ૩૮૩૨ ના ચાલકે પુરઝડપે ચલાવી ફરિયાદીના ભાઈ હરેશભાઈને હડફેટે લેતા ગંભીર ઈજા થતા મોત નીપજાવ્યું હતું .અને અકસ્માત સર્જી વાહનચાલક નાસી ગયો હતો .ટંકારા પોલીસે વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.