ગુનો@મોરબ: યુવતીને એક ઇસમેં ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી શરીર સંબંધ બાંધ્યો,યુવતી ગર્ભવતી બનતા પોલીસ ફરિયાદ

યુવતીને હાલ પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું 
 
ગુનો@મોરબ: યુવતીને એક ઇસમેં ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી શરીર સંબંધ બાંધ્યો,યુવતી ગર્ભવતી બનતા પોલીસ ફરિયાદ  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં ઓનલાઈન ક્રાઈમ  ખુબજ વધી ગયા છે.હાલમાં સોશિયલ મીડિયા લોકો ખુબજ વાપરતા થયા છે.તેના દ્વારા જીવન સાથીની શોધ કરે છે અને તેમની સાથે ખરાબ બનાવો બંને છે.મોરબીના ગ્રામ્ય પંથકની રહેવાસી યુવતીને એક ઇસમેં ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી શરીર સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચરતા યુવતી ગર્ભવતી બની હોય જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતી યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે છ માસ પૂર્વે આરોપી કાનો ભૂપત કોળી રહે ઘૂટું ગામ વાળાએ ઇન્સ્ટાગ્રામ મારફત મિત્રતા કેળવી યુવતીને વિશ્વાસમાં લઈને મળવા માટે બોલાવી હતી અને આરોપીએ યુવતીના પરિવારને મારી નાખવાની ધમકી આપી બે વખત દુષ્કર્મ આચર્યું હતું જેને પગલે યુવતી ગર્ભવતી બની ગઈ છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ યુવતીને હાલ પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું છે મોરબી તાલુકા પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે