બનાવ@ગુજરાત: હિટ એન્ડ રનના બનાવમાં પોલીસમેનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું

 પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત
 
બનાવ@ગુજરાત: હિટ એન્ડ રનના બનાવમાં પોલીસમેનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલાક બનાવો સામે આવતા હોય છે. આ બનવો  ખુબજ ભયાનક હોય છે.  જામનગર ખાતે અંબાણી પરિવારના પ્રિ-વેડિંગ સેરેમનીના કાર્યક્રમમાં બંદોબસ્ત પૂર્ણ કરી ઘરે પરત ફરતા ગોંડલ પાસે હિટ એન્ડ રનના બનાવમાં પોલીસમેન
વિનોદભાઈ લાલકિયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઉંમવાડા રોડ પર બાઈક પર સવાર કોન્સ્ટેબલને અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઈ ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસ બેડામાં શોક છવાયો છે. વિનોદભાઈ વર્ષ 2011થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા, ગોંડલ બાદ હાલ શાપર પોલીસ મથકમાં ફરજ હતી. 7 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

આ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે., ફરિયાદમાં મૃતકના ભાઈ સંજયભાઈ ઉર્ફે ચંદુ હકુભાઈ લાલકીયા (ઉં.વ.43)એ જણાવ્યું કે, હું મારા મૂળ ગામ બેટાવડ નવા પ્લોટ જુની પંચાયત સામે, તાલુકો ગોંડલ ખાતે રહું છું. ગામમાં મારી 25 વીઘા ખેતીની જમીન આવી છે તેમાં ખેતી કામ કરું છું. ગઈકાલ તા.4/3/2024 ના રોજ હું જમીને મારા ઘરે સૂતો હતો ત્યારે આશરે રાત્રે પોણા બારેક વાગ્યે મારા નાના ભાઈ વિનોદભાઈના પત્ની શીતલબેનનો મને ફોન આવેલ અને વાત કરેલ કે, તમારા ભાઈનું એક્સિડન્ટ થયેલ છે અને તેને ગોંડલ સરકારી દવાખાને લઈ ગયેલ છે.

જેથી હું તથા મારા કાકાનો દીકરો મિલન લાલકીયા અમે બંને જણા મારી વેગેનઆર ગાડીમાં બેટાવડથી નીકળી ગોંડલ સરકારી દવાખાને આવતા મને ખબર 5ડેલ કે, મારો નાનો ભાઈ વિનોદ ગુજરી ગયેલ છે. અને મેં તેની લાશ જોયેલ તો તેને જમણા પગે લાગેલ હતું અને જમણો પગ બે જગ્યાએથી ભાંગી ગયેલ હતો. શરીરે નાની મોટી ઈજા થઈ હતી અને મને વાતો વાતથી જાણવા મળેલ કે, વિનોદ ઉંમવાડા ગામે પ્રસંગમાં ગયેલ હતો અને તેનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર.જીજે-03-જે બી -5550 લઈને ગોંડલ ઘરે આવતો હોય ત્યારે રસ્તામાં આશરે પોણા અગીયારેક વાગ્યાના અરસામાં સુવર્ણભૂમિ રેસિડેન્સી પાસે પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે મારા ભાઈને મોટરસાયકલ સાથે અડફેટે લઈ એક્સિડન્ટ કરી શરીરે ગંભીર ઈજા પહોંચાડતા મારા ભાઈનું મોત નીપજેલ.

મારા ભાઈ વિનોદભાઈ હાલ ગોંડલ સીટી પોલીસ લાઈનમાં રહેતા હતા. તેમને સંતાનમાં 7 વર્ષનો દીકરો છે. ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.