ક્રાઈમ@રાજકોટ: સર્કલ પાસેથી વિદેશી દારુ ભરેલ કાર પકડાઈ, જાણો પોલીસની કામગીરીનો રિપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજકાલ દારૂના વેપારની વધુ ઘટનાઓ બની રહી છે.લોકો ગાડી,બાઇક ,કાર,જેવા સાધનોમાં છુપાવીને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે.એવામાં પોલીસ પણ પોતાની કામગીરી સારી રીતે કરે છે.તે ગાડીયોને ને બીજા કેટલાય સાધનોની ચેક કરી દારૂની હેરફેર પર રોકટોક લગાવી રહી છે.કોઠારીયા રીંગરોડ પર 80 ફુટ રોડના છેડે આવેલ દીપ્તીનગર સોસાયટી પાસેના સર્કલ પાસેથી વિદેશી દારુ ભરેલ કાર ભક્તિનગર પોલીસની ટીમે પકડી. ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ એમ.એન.વસાવા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા તે સાથેના કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા અને અરવિંદભાઈને મળેલ બાતમીના આધારે દીપ્તીનગર સોસાયટી જવાના સર્કલ પાસેથી પસાર થતી કાર નંબર જીજે3 એમઆર 6031ને અટકાવી કારચાલકનું નામ પૂછતા કેવલસિંહ જાડેજા (ઉ.23) રે.સહકાર સોસા. શેરી નં.8 જણાવ્યું હતું. કારમાં તપાસ કરતા અલગ અલગ કંપનીની વિદેશીદારૂની 180 બોટલ મળી આવી હતી. પોલીસે આરોપી કાર ચાલકને દારુ અને કાર મળી રૂા.8.94 લાખના મુદામાલ સાથે દબોચી દારુ કયાંથી લાવ્યો અને કયાં સપ્લાય કરવાનો હતો તે અંગે પુછપરછ હાથ ધરી હતી.