ગુનો@ગોધરા: વેપારી જોઈ ના જાય તે રીતે સેલ્સગર્લે સોનાના દાગીનાની ચોરી કરી

સેલ્સગર્લે સોનાના દાગીનાની ચોરી કરી
 
ગુનો@ગોધરા: વેપારી જોઈ ના જાય તે રીતે સેલ્સગર્લે સોનાના દાગીનાની ચોરી કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. ગોધરા શહેરમાં આવેલા ધનરાજ જવેલર્સ નામથી સોનાચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતાં વેપારીને ત્યા નોકરી કરતી સેલ્સગર્લે મોટો ખેલ પાડ્યો છે.

દાગીનાની ગણતરી દરમિયાન વેપારી જોઈ ના જાય તે રીતે સેલ્સગર્લે સોનાના દાગીનાની છૂપી રીતે ચોરી કરીને પોતાના બોયફ્રેન્ડને આપી દેવાની ઘટના બહાર આવી છે.

સેલ્સગર્લ યુવતીએ એક કરોડથી વધુની રકમના સોનાના દાગીના પોતાના બોયફ્રેન્ડને આપી દીધા હોવાનું વેપારીની પૂછપરછમાં બહાર આવતાં આખરે સેલ્સગર્લ યુવતી સામે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. જે બાદ પોલીસે મહિલા ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.