ગંભીર@પાટડી: સુરેલના રોડની રીપેરીંગમાં ઉતારી વેઠ, ગેરંટી સમય પૂર્ણ થતાં હવે ચોંકાવનારી પરિસ્થિતિ

મરામત કરી અને એમાં પણ બેદરકારી દાખવી
 
ગંભીર@પાટડી: સુરેલના રોડની રીપેરીંગમાં ઉતારી વેઠ, ગેરંટી સમય પૂર્ણ થતાં હવે ચોંકાવનારી પરિસ્થિતિ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


પાટડી તાલુકાના ધામાથી વાયા આદરીયાણા થઈને સુરેલ જતાં રોડની હાલત અનેક જગ્યાએ જર્જરિત છે. કેટલાક મહિના અગાઉ ગેરંટી પીરીયડ ચાલુ હતો પરંતુ રીપેરીંગ કરવામાં ભયંકર હદે વેઠ ઉતારી એટલે આજે રોડની હાલત દયનીય બની છે. કરોડોના ખર્ચે બનેલા રોડની હાલત ઠેર ઠેર ખાડા ગાબડાંથી બદતર બની હોઇ વાહનચાલકો ભારે પરેશાન બન્યા છે. સમગ્ર મામલે હાલના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર કાલરીયાને જણાવતાં રીપેરીંગ કરાવીએ કહ્યું પરંતુ એજન્સીના રીપેરીંગમા વેઠ થયા બાદ આજે કોણ રીપેરીંગ કરશે તેનો જવાબ મળતો નથી. જાણીએ સમગ્ર અહેવાલ.

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના આદરીયાણાથી સુરેલ જતાં માર્ગને કેટલાક વર્ષ અગાઉ કરોડોના ખર્ચે રાજ્ય માર્ગ મકાન વિભાગના ટેન્ડર હેઠળ ઠેકેદાર એજન્સીએ બનાવ્યો હતો. આ એજન્સીને અમુક મહિનાઓ સુધી રોડની જાળવણી રાખવાની હતી ત્યારે ગેરંટી પીરીયડ પૂરો થવા આવતાં માર્ગ ઠેર ઠેર ખરાબ બની ગયો. આ પછી ગેરંટી પીરીયડ પૂરો થવાનો હોઈ તાત્કાલિક અસરથી માર્ગ મકાન વિભાગે રીપેર કરાવ્યો પરંતુ રીપેરીંગમા વેઠ ઉતારી એટલે આજેપણ રોડની હાલત ખરાબ છે. આ તો એવું થયું કે, રીપેરીંગ કરીને ગેરંટી પીરીયડ સાચવી લીધો પરંતુ રીપેરીંગ વખતે જો ચોક્કસાઇ અને ગંભીરતાથી મરામત કરી હોત તો આજે રોડની હાલત આવી ના બની હોત. 


સૂત્રોએ જણાવ્યું હતું કે, મરામત કરનાર એજન્સીએ રીપેરીંગમા ચાલાકી રાખવામાં આવી હતી. ગેરંટી પીરીયડ પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી હતા ત્યારે મરામત કરી અને એમાં પણ બેદરકારી દાખવી. એટલે હવે આજે હાલત એવી બની કે, ઠેકેદારને કંઈ કહી ના શકાય અને રીપેરીંગની જવાબદારી હવે કોના માથે ? આ બાબતે વારંવાર સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કાલરીયાને જણાવવા વારંવાર ફોન કરવા છતાં કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. આવી સ્થિતિમાં રાજ્ય સરકારના કરોડોના ખર્ચે બનાવેલ રોડની મરામત કોણ અને ક્યારે કરશે તે સૌથી મોટો સવાલ બની ગયો છે. આટલુ જ નહિ, સુરેલથી આગળ જતાં વિસનગરનો માર્ગ તો જાણે રોડ છે કે નહિ તે જ ખબર પડતી નથી એવો બન્યો છે. એટલે કે રોડનુ અસ્તિત્વ જ રહ્યું ના હોવાથી સુરેલ અને વિસનગરના વાહનચાલકો ત્રાહિમામ્ બની ગયા છે.