ક્રાઈમ@ગુજરાત: શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને સબંધ રાખવા માટે પ્રેસર કરવામાં આવ્યું
વિદ્યાર્થિનીને સંબંધ રાખવા દબાણ
Jul 14, 2024, 09:03 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં બળત્કાર, છેડતી, ચોરી, લુંટફાટના ગુનાઓ ખુબજ વધી ગયા છે. મહીસાગર વીરપુર તાલુકાના એક ગામે હાઈસ્કૂલના પીટી શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને સબંધ રાખવા માટે પ્રેસર કરવામાં આવતું હતું. તેમજ સોશિયલ મીડિયા મારફતે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી વિદ્યાર્થીની ઘભારાઈ જતા આ સમગ્ર બાબતે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
જે બાદ પરિવારજનોએ આચાર્યને રજૂઆત કરી હતી. તે સમયે શાળાએ આવી પહોંચેલા લોકોએ શાળામાં તોડફોડ કરી હતી. સમગ્ર મામલે વિરપુર પોલીસ જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
શિક્ષકને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. આ બનાવમાં પોલીસે શિક્ષક પ્રશાંત પટેલ તેમજ તોડફોડ કરનાર લોકો સામે ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.