ઘટના@સુરત: સુતેલી બાળકી પર અચાનક પોપડો પડતા માથું ફાટી ગયું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

અચાનક પોપડો પડતા માથું ફાટી ગયું
 
બનાવ@સુરત: સુતેલી બાળકી પર અચાનક પોપડો પડતા માથું ફાટી ગયું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતના સચિન GIDCમાં વહેલી સવારે ઘરમાં પોપડા પડતા દોઢ વર્ષીય બાળકીને માથું ફાટી ગયું હતું. બાળકી સુતી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. બાળકીને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સર્જરી કરવામાં આવી હતી. હાલ તેની હાલત સારી છે.


મળતી માહિતી અનુસાર સચિન GIDC શ્રીનાથનગર પાસે કુશકુમાર આદિવાસી પરિવાર સાથે રહે છે. આજે સવારે તેઓની દોઢ વર્ષીય પુત્રી નિત્યા ઘરમાં સૂતી હતી. તે દરમિયાન છતનું પોપડુ તેના માથે પડ્યું હતું. બાળકીને માથાના ભાગે ઈજાઓ થતાં પરિવારજનો તાત્કાલિક તેણીને 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં બાળકીની સારવાર કરવામાં આવી હતી.


બાળકીના પિતા કુશકુમારએ જણાવ્યું હતું કે, આજે સવારે 7.30 વાગ્યે મારી દીકરી સૂતી હતી. તે દરમિયાન છતનો પોપડું પડ્યું હતું. બાળકીને માથામાં ઈજા થતાં એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા છીએ. મારી દીકરી દોઢ વર્ષની છે અને હું કંપનીમાં કામ કરું છું, હાલ સિવિલ હોસ્પિટલમાં મારી દીકરીની સારવાર કરવામાં આવી રહી છે અને હાલ તબીયત ઠીક છે.