બનાવ@રાજકોટ: પતરાના સ્ટ્રક્ચરમાં બનેલા ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી
અચાનક આગ ફાટી નીકળી
Jul 14, 2024, 18:42 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર રાજકોટમાંથી આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટની બંગડી બજારના ભાભા કોમ્પલેક્ષના છેલ્લા માળે પતરાના સ્ટ્રક્ચરમાં બનેલા ગોડાઉનમાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.
એક કલાક સુધી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવવા છતાં ધુમાડાના ગોટેગોટા ચાલુ રહ્યા હતા.
ગેરકાયદે સ્ટ્રકચરોના કારણે ફાયરની ગાડીઓને અંદર સુધી જવામાં તકલીફ પડી.સદનસીબે ઘટનામાં જાનહાની નથી થઈ.