ઘટના@આણંદ: પાર્ક કરેલી જીપમાં આગ લાગતા અફડાતફરી મચી, ફાયર બ્રિગેડની ટીમે કાબુ મેળવ્યો

પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે.
 
 ઘટના@આણંદ: પાર્ક કરેલી જીપમાં આગ લાગતા અફડાતફરી મચી, ફાયર બ્રિગેડની ટીમે  કાબુ મેળવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે.  આણંદ સ્થિત BSNL ની મેઈન ઓફિસમાં પાર્ક કરેલી જીપમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. જોકે, ફાયરબ્રિગેડની ટીમે તુરંત જ સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે.

આણંદમાં એકતા સર્કલ પાસે આવેલ BSNL ની મેઈન ઓફિસના પાર્કિંગમાં પાર્ક કરેલી જીપ ગાડી નંબર GJ 07 G 0237 માં આજરોજ સવારના સમયે અચાનક આગ લાગી હતી. આ અંગેની જાણ આણંદ ફાયર બ્રિગેડ ને જાણ થતાં, ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ ફાયર ફાઈટર સહદેવસિંહ રાઠોડ, હિંમતભાઈ ભૂરિયા, ભાવેશભાઈ વરૂ, અબ્દુલભાઈ ભથાણીયા સહિતની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણી નો મારો ચલાવી આગ બુઝાવી હતી.

આગની આ ઘટનામાં કોઇપણ જાતની જાનહાની થયેલ નથી. પરંતુ, આગને પગલે ગાડીના બોનેટનો ભાગ બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી