ગુનો@મોરબી: પોલીસની ટીમેં રહેણાંક મકાનમાં દરોડા પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો

 ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે 
 
ગુનો@મોરબી: પોલીસની ટીમેં રહેણાંક મકાનમાં દરોડા પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં દારૂના કેસ ખુબજ વધી ગયા છે.રોજ કોઈને કોઈ જગ્યાએથી દારૂના બનાવો સામે આવી રહ્યા છે.મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમ શિવ પાર્ક-૨ સોસાયટી ખાતે રહેતો આરોપી વિજય ઉર્ફે કારો મનહરભાઇ હમીરપરા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી રૂ.૬૮૦૦ની કિંમતની વિદેશી દારૂની ૧૭ નંગ બોટલ સાથે વિજયને ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરવામાં આવતા તેને આ જથ્થો થાનના પકંજભાઈ પાસેથી લીધો હોવાની કબુલાત આપતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે