બનાવ@સુરત: વીજળીની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતાં કિશોરનું મોત
કિશોર હાઈટેન્શન વીજલાઈનમાંથી પતંગ કાઢવા જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો.
Jan 9, 2025, 19:24 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
થોડા દિવસમાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં વીજળીની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતાં દાઝી જતાં એક 13 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું.
સચિનમાં કિશોર હાઈટેન્શન વીજલાઈનમાંથી પતંગ કાઢવા જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પિતાએ જણાવ્યું હતું કે મારો દીકરો પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી. ત્યાર બાદ દોરીમાં પાવર આવી ગયા બાદ બ્લાસ્ટ થયો હતો.