દુર્ઘટના@સુરેન્દ્રનગર: દશાડા પાટડી હાઈવે પર બાઈક અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના ઘટી
સારવાર માટે નજીકની હોસ્પિટલ ખેસડવામાં આવ્યો
Oct 21, 2023, 18:14 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દશાડા પાટડી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, દશાડા પાટડી હાઈવે પર ટ્રેલરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો, જોકે બાઈક પર બે યુવકો સવાર હતા. આ અકસ્માતમાં બાઈકમાં સવાર બન્ને યુવકમાંથી એક યુવકનું મોત થયું હતું, જ્યારે બીજો યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જો કે અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી. અકસ્માત થવા પાછળનું કારણ અને ટ્રેલર ચાલક કોણ હતો અને કોનું ટ્રેલર છે તે બાબતે તપાસ હાથ ઘરી છે. જો કે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખેસડવામાં આવ્યો છે. જ્યારે મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.