દુર્ઘટના@હળવદ: બેકાબુ ટ્રકે મોટર સાયકલને અડફેટ લેતા ભયાનક અકસ્માત સર્જાયો

માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી
 
દુર્ઘટના@હળવદ: બેકાબુ ટ્રકે મોટર સાયકલને અડફેટ લેતા ભયાનક અકસ્માત સર્જાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

સુખપર ગામની સીમમાં રહેતા ગીતાબેન સુકેશભાઇ રાઠવાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૦૮ સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં તેમના પતિ સુકેશભાઇ હળવદ થી હટાણું કરી પોતાના મોટરસાયકલ જી.જે.૦૬સી.એફ.૬૮૩૩ પર પરત આવતા હતા એ વખતે હળવદ થી ધ્રાંગધ્રા હાઈવે પર આઇ માતા હોટલ પાસે શક્તિનગર પાસે પહોંચતા આરોપી બેકાબુ ટ્રક રજીસ્ટર નંબર જી.જે.૧૨એ.ટી.૮૫૫૬ પાછળથી પૂરપાટ વેગે આવ્યો હતો અને તેણે સુકેશભાઈના મોટરસાયકલ ને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેમાં સુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે શરીરે પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તેમને ૧૦૮ મારફતે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ તેઓ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં વધુ સારવાર લઈ રહયા છે. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.