દુર્ઘટના@અરવલ્લી: અસાલ GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ લાગી
10 ગાડીઓ આગ બૂઝાવવા માટે બોલાવવામાં આવી
Oct 25, 2023, 10:42 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શામળાજીની અસાલ GIDCમાં ઇકો વેસ્ટ નામની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ ફેક્ટરી છેલ્લા ચાર મહિનાથી બંધ હતી. અહીં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા માટે 10 ગાડીઓ આગ બૂઝાવવા માટે બોલાવવામાં આવી છે. અહીં ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઇડરથી ફાયરની ટીમો બોલાવવામાં આવી છે. હાલ સ્થાનિક પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.