વરસાદ@ગુજરાત: ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં ડરામણા દૃશ્યો સર્જાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ મેઘરાજાની સવારી આવી પહોચી છે. રાજ્યમાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેની વચ્ચે જૂનાગઢ શહેરમાં બપોરના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતા.
ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વત પરનુું પાણી ભવનાથ અને દામોદરકુંડમાં આવતા પાણીના ડરામણા દૃશ્યોસર્જાયા હતા.રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આજે 6 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં રેડએલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ત્રણ જિલ્લા અને એક સંઘપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો સાથે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર એ છે કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે.