ચૂંટણી@આણંદ: ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 1773 મતદાન મથકો ઊભા કરાયા

મતદાન મથકો પર મતદાર સહાય બૂથ ઉભા કરાશે

 
ચૂંટણી@ગુજરાત: સાબરકાંઠા લોકસભા બેઠકના મતદારો આગામી 7 મે ના રોજ મતદાન કરશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે. ત્યારેય કેટલીય જગ્યાઓ પર મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.  ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 1773 મતદાન મથકો ઊભા કરાયા છે. આ તમામ મતદાન મથકો ખાતે મતદારોને જરૂરી માહિતી પુરી પાડવા માટે મતદાર સહાય બૂથ ઉભા કરી, આ બુથ પર બીએલઓની નિમણુંક કરી, મતદારોને સુવિધા પુરી પાડવામાં આવશે.

જિલ્લાના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફલોર પર રાખવામાં આવ્યા છે અને તમામ મતદાન મથકોએ પીવાના પાણીની, શૌચાલયની, વિજળી અને રેમ્પની પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એટલું જ નહિં પરંતુ મતદાનના દિવસે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે પી.ડબલ્યુ.ડી. (દિવ્યાંગ) મતદારોને મતદાન માટે અલગ લાઈનની વ્યવસ્થા કરાશે.

જિલ્લામાં જરૂરિયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેર, મતદાન મથક દીઠ 2 વોલેન્ટીયર્સ, મફત વાહન સુવિધા, પ્રોપર સાઈન, બોર્ડ/પોસ્ટર વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે. જિલ્લામાં 85કે તેથી વધુની ઉંમર ધરાવતાં મતદારો અને દિવ્યાંગ મતદારોનો બી.એલ.ઓ. દ્વારા સંપર્ક કરી, પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ઈચ્છા ધરાવતાં મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઈચ્છતા એ ફોર્મ નં. 12ડી સંબંધિત બી.એલ.ઓ. દ્વારા ભરાવવામાં આવ્યા છે.