ક્રાઈમ@ગુજરાત: રામોદ ગામે ગેરકાયદેસર રીતે ૧૧ જેટલી ભેંસોને ભરીને કતલખાને લઈ જતો ટ્રક ઝડપાયો

 ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
 
ક્રાઈમ@વાંકાનેર: મંદીર પાસે જુગાર રમતા ૭ ઇસમોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી હાથ ધરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોટડાસાંગાણીના રામોદ ગામે ગેરકાયદેસર રીતે ૧૧ જેટલી ભેંસોને ભરીને કતલખાને લઈ જતો ટ્રક ઝડપાયો હતો. આ મામલે કોટડાસાંગાણી પોલીસે બે ઈસમોની અટકાયત કરી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગતો અનુસાર કોટડાસાંગાણી પોલીસની ટીમ રામોદ ગામે સતાપર ચોકડી પાસે નાઈટ પેટ્રોલિંગમાં હતી. એ સમયે જેતપુરના નવાગઢ ખાતે રહેતો આરોપી જુનેદ ઇબ્રાહિમભાઇ બાવનકા અને અમરેલી ખાતે રહેતો આરોપી ટ્રક ચાલક ગોપાલ બધાભાઇ વાળા પોતાના ટ્રક નં.GJ 01-HT-9894 પર નીકળતા પોલીસે ટ્રકને અટકાવ્યો હતો.

અને ટ્રકની તલાશી લેતા તેમાં આશરે ત્રણથી સાડા ત્રણ વર્ષની ૧૧ ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી અવસ્થામાં મળી આવી હતી. અને પશુ પાલન માટે ઘાસ ચારો કે પાણી ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેને પગલે પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, બન્ને રાત્રીના સમય દરમ્યાન ગેર કાયદેસર રીતે ભેંસોની હેરાફેરી કરી તેને કતલખાને લઈ જવાના ઇરાદે નીકળ્યા હતાં. તેવી કબૂલાત આપી હતી.

જેથી પોલીસે એક ભેંસની કિંમત રૂપિયા ૭૦૦૦ એમ કુલ ૧૧ ભેંસની કુલ કિંમત રૂપિયા ૭૭,૦૦૦ તેમજ ટ્રક કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ સહિત કુલ રૂપિયા ૪,૭૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંને આરોપીઓ વિરુદ્ધ પ્રાણી કુરતા નિવારણ અધિનીયમ ૧૯૬૦ નો ક્રમાંક ૫૯ ની કલમ ૧૧ (એલ),(ડી) તથા ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિ.૨૦૧૧ ની કલમ-(૫) મુજબ ગુનો નોંધીને બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.