અકસ્માત@વાંકાનેર: ઢુવા સર્કલ પાસે ટ્રકે જુવાનજોધ ચાલકને હડફેટે લેતાં થયું મોત, મચી ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાંકાનેરના ઢુવા સર્કલ પાસે ટ્રકે ઓવરસ્પીડમાં યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવકનું કમક્માટીભર્યું મોત નીપજયું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં મૃતકના સંબધીએ ફરિયાદ નોંધાવી છેમૂળ બિહારના પશરામપુર ગામના વતની અને હાલ મોરબીમાં બહાદુરગઢ પાસે બેલા સીરામીક કારખાનામાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરિયાદી સુમિતભાઈ મદન તિવારીએ આરોપી ટ્રક એમએચ 18 એએ ૮૭૬૪ ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છેકે તેમના ગામના જ વતની અને તેના સબંધી અવિશેકકુમાર સંજય પાંડે થોડા દિવસ પહેલા વાંકાનેરમાં માટેલ રોડ ખાતે આવેલા રામોજી સીરામીક કારખાનામાં મજુરી કામ અર્થે આવ્યો હતો. રોજ સુમિતભાઈ પોતાના વતન જવાના હતા. જેથી અવિશેકકુમારે તેમને 'તુ મને ઢુવા ચોકડી મળીને જજે' તેવી વાત કરી હતી. જેથી સુમિતભાઈ મોરબીથી ઢુવા ચોકડી તરફ જવા નીકળ્યા હતા. ત્યારે તેમને જાણ થઈ હતી કે, અવીશેક કુમારને ઢુવા ચોકડી ખાતે ટ્રકે અડફેટે લેતા તેઓ ઘાયલ થયા છે. જેથી સુમિતભાઈ ઘટના સ્થળે પહોચ્યા હતા. જ્યાં તેમને સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું કે, ઢુવા સર્કલ પાસે ઓવરબ્રીજ દિવાલ પાસે સર્વીસ રોડ અવિશેકકુમાર ચાલીને જતાં હતા. એ સમયે આરોપી ટ્રક MH18AA8764ના ચાલકે પોતાનું ટ્રક બેકાબૂ ગતિએ હંકારીને અવિશેકકુમારને અડફેટે લીધા હતા. જેને પગલે તેમનું માથું ફાટી ગયું હતું. અને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી સુમિતભાઈએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત અવિશેકકુમારને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે અવિશેકકુમારને મૃત જાહેર કર્યો હતો. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે