મર્ડર@કચ્છ: ગાંધીધામમાં બે વર્ષના બાળકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી

 બે કલાકમાં જ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
 
મર્ડર@કચ્છ: ગાંધીધામમાં બે વર્ષના બાળકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બાવળની ઝાડીઓમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. કપાળ પર ઇજાના નિશાન મળી આવ્યા છે. ઘર પાસે રમતા રમતા બાળક ગુમ થયો હતો. જે બાદ બે કલાકમાં જ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ગાંધીધામના ભકિતનગરમાં રહેતા બિહારી પરિવારના બાળકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બાળક ગુમ થયાના બે કલાકમાં જ મૃતદેહ બાવળની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.