ઘટના@રાજકોટ: ચાલતી કારમાં ઉપર બે શખ્સોએ બેસી જોખમી સ્ટંટ કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જોખમમાં મૂકી સ્ટંટ કરવાં સામાન્ય બની રહ્યું છે.
 
ઘટના@રાજકોટ: ચાલતી કારમાં ઉપર બે શખ્સોએ બેસી જોખમી સ્ટંટ કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જોખમી  સ્ટંટ કરવાં સામાન્ય બની રહ્યું છે. તાજેતરમાં યુવકો સાથે યુવતીઓ દ્વારા વાહન પુર ઝડપે ચલાવી તેની પણ રીલ્સ બનાવવાની ઘેલછા જાગી છે.ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા અગાઉ ઘણા સ્ટંટ બાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છતાં પણ આવા ઘણા બધા બનાવો સામે આવે છે. ત્યારે રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ પર ચાલતી કારમાં ઉપર બે શખ્સોએ બેસી જોખમી સ્ટંટ કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયો વાયરલ થયા બાદ પ્ર.નગર પોલીસના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ બી.વી.ચુડાસામાં અને સ્ટાફે આ વીડિયોમાં દેખાતી કારના નંબરને આધારે તેમજ આઇવે પ્રોજેકટના સીસીટીવી ફુટેઝના આધારે તપાસ હાથ ધરી હતી.જે મામલે પ્ર.નગર પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,ચાલુ કારની ઉપર બેસી જોખમી સ્ટંટ ફેલાવતા આ બંને શખ્સોને પકડી લેવા હાલ બે ટીમો કામે લાગી છે. ઓળખ થયા બાદ બંનેને પકડી તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.