ઘટના@ગુજરાત: ર પરિવારોના સભ્યો વચ્ચે જુની અદાવતને કારણે મારામારીના બનાવામાં મહિલા અને પુરુષને ઈજા પહોંચી
બંનેપરિવારો વચ્ચે બોલાચાલી થઈહતી.
Jan 17, 2024, 18:41 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચુડા તાલુકાના મોજીદડ ગામે 2 પરિવારના સભ્યો વચ્ચે જૂની અદાવતને કારણે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઝઘડામાં મહિલા અને પુરુષને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. ચુડા તાલુકાના મોજીદડ ગામના અતુલભાઈ હરજીવનભાઈ ઝાલા ગામતરૂકરી ઘરે પરત ફર્યા હતા.
ત્યારે પગી સમાજના 3થી 4 લોકોધોકા અને પાઈપ લઈને તેમની પાસે ધસી આવ્યા હતા. જૂની અદાવતનું મનદુ:ખ રાખી બંનેપરિવારો વચ્ચે બોલાચાલી થઈહતી. ઝઘડો કરી રહેલા શખ્સોએ અતુલભાઈ ઉપર હુમલો કર્યો હતો. અતુલભાઈને માથા સહિત શરીરના ભાગોમાં ઈજા પહોંચી હતી. ઝઘડો અટકાવવા અને અતુલભાઈને માર ખાતા બચાવવા વચ્ચે પડેલા મૂળી તાલુકાના નલિયા ગામના કમુબેન ચૌહાણને પણ ઈજાપહોંચી હતી.