રિપોર્ટ@રાજકોટ: ચૂંટણી ફરજ દરમિયાન મહિલા કર્મચારીને અચાનક હાર્ટ-એટેક આવતા મોત નીપજ્યું

મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત
 
રિપોર્ટ@રાજકોટ: ચૂંટણી ફરજ દરમિયાન મહિલા કર્મચારીને અચાનક હાર્ટ-એટેકથી મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં આખા રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ઘણા લોકો મતદાન પ્રક્રિયામાં ભાગ લઇ રહ્યા છે.  આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં 25 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર મતદાન સૌથી વધારે મહત્વનું ગણાશે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં મતદાન દરમિયાન ઘણા ઉતાર-ચડાવ જોવા મળી શકે છે.

મતદાનના આકે કલાક પહેલા એટલે કે સવારના 6 વાગ્યાથી લોકોએ મતદાન મથકો પર લાઈનો લગાવી દીધી હતી. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાસ્પદ નિવેદનની પણ અસર જોવા મળશે. બીજી તરફ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે. એટલે કે, અહીં લેઉવા-કડવા પટેલ વચ્ચે ભારે જંગ જામશે.

અમરેલી લોકસભા ચૂંટણીમાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયું છે. જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરિયા અચાનક પડી ગયા હતા. આથી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરતા કર્મચારીઓમાં શોક વ્યાપી ગયો હતો. પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. હાલ તો હાર્ટ-એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.