ક્રાઈમ@દાહોદ: ખાનગી બસમાં મહિલા સાથે ડ્રાઇવર અને કંડક્ટરે દુષ્કર્મ આચર્યું

પોલીસ મથકે ડ્રાઇવર-કંડક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે
 
ક્રાઇમ@સુરત: પરણીત પુરુષે 18 વર્ષની છોકરીને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ગરબાડા પાસે ટ્રાવેલ્સ બસમાં એક મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. ટ્રાવેલ્સ એજન્સીની ખાનગી બસમાં મહિલા સાથે ડ્રાઇવર અને કંડક્ટરે ચાલુ બસે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, 8 જાન્યુઆરીએ શ્રમિક મહિલા MPથી મોરબી ખાતે જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. મહિલાએ મહિલા હેલ્પ લાઈન 181ને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જે બાદ દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ડ્રાઇવર-કંડક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.