આત્મહત્યા@વડોદરા: ગરબા માટેની લાઈટિંગ માટે બાંધવામાં આવેલા થાંભલા પર ગળેફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું

 મૃતકની ઓળખ મેળવવા માટેની તજવીજ શરુ 

 
આત્મહત્યા@વડોદરા: ગરબા માટેની લાઈટિંગ માટે બાંધવામાં આવેલા થાંભલા પર ગળેફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવલખી મેદાનમાં એક વ્યક્તિએ આપઘાત (Suicide) કર્યો છે. ગ્રાઉન્ડમાં ગરબા  માટેની લાઈટિંગ માટે બાંધવામાં આવેલા થાંભલા પર ગળેફાંસો ખાઈને એક યુવકે જીવન ટૂંકાવી દીધુ છે. આપઘાત કરનાર વ્યક્તિ કોણ છે તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. સમગ્ર મૃતકની ઓળખ મેળવવા માટેની તજવીજ શરુ કરી છે. 

યુવકના આપઘાતના ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે 20 ફૂટ ઊંચાઈ પર લટકી રહેલા મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને રાવપુરા પોલીસને જાણ કરી હતી. આ વ્યક્તિએ કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે જાણવા હવે રાવપુરા પોલીસ તપાસ ચલાવી રહી છે.