ઘટના@સુરત: પાળી પર બેસી ફોન પર વાત કરતી વખતે અકસ્માતે નીચે પટકાતા યુવકનું મોત
તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
Updated: May 16, 2024, 08:55 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોતના બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે. ખટોદરામાં કારખાનાના બીજા માળે પાળી પર બેસી ફોન પર વાત કરતી વખતે અકસ્માતે નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજ્યું હતું.
ગોડાદરા શ્રીજી નગર ખાતે રહેતો 26 વર્ષીય કબી દિનેશ શાહુ ખટોદરા દેવચંદ નગર ગેટ નં.2 પાસે ખાતા નં.17માં લૂમ્સના કારખાનામાં કામ કરી બે દિકરીઓ સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારે રાત્રે કબી કારખાનાના બીજા માળે પાળી પર બેસી મોબાઈલ ફોન પર વાત કરતો હતો.
ત્યારે અકસ્માતે સંતુલન ગુમાવી દેતા તે બીજા માળેથી નીચે પટકાયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા કબીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.