બનાવ@મહેસાણા: પીલુદરા ગામ નજીક આવેલી કેનાલમાં એક યુવક પડતાં મોત નીપજ્યું
મૃત્યુ પામેલ યુવકની લાશ બહાર કાઢી હતી
Updated: Apr 11, 2024, 11:34 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મહેસાણાના પીલુદરા ગામ નજીક આવેલી કેનાલમાં એક યુવક પડી ગયો હતો. આ મેસેજને પગલે પાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃત્યુ પામેલ યુવકની લાશ બહાર કાઢી હતી.
મૃતક યુવક મૂળ સુરેન્દ્રનગરના વણોદ ગામના અને હાલ મહેસાણાની સરકારી વસાહતમાં ત્રણ ભાઈઓ અને માતા સહિતના પરિવાર સાથે રહેતા 25 વર્ષીય હાર્દિકકુમાર પોપટલાલ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું.
મંગળવારે સવારે ઘરેથી નોકરી જવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ તેણે કેનાલમાં પડી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.