દુર્ઘટના@હળવદ: કાર અને મોટર સાયકલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા એક યુવકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુર્ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.ઝડપી ડ્રાઈવિંગ અને દારૂ,બિયર જેવા પીણા પીવાના કારણે અકસ્માત બનતા હોય છે.હળવદના માથક ગામ નજીક કારે મોટર સાયકલને અડફેટ લેતા મોટરસાયકલ ચાલક યુવકનું મોત નીપજ્યું હતું.જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છેમોરબીના આંદરણા ગામે રહેતા રમેશભાઇ દેસિંહભાઇ ટોકારીયા હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબીના ગાળા ગામ પાસે આવેલ કૃષ્ણનગરની સીમમાં તેમના નાના ભાઈ ખેતરમાં રામસિંહ મજૂરી કામ કરતા હતા.
તારીખ ૩૦ના રોજ રામસિંહ પોતાના શેઠનું મોટરસાયકલ GJ06AR3738 લઈને હળવદ ખાતે તેમના કૌટુંબિક ભાઈના ઘરે આવતા હતા. એ સમયે માથક ગામના પાટીયા પાસે કડીયાણા ગામ નજીક એક મારુતિ સુઝુકી કંપનીની બલેનો કાર GJ36F3960ના ચાલકે પુરપાટ વાગે આવીને રામસિંહના મોટરસાયકલને અડફેટ લીધું હતું.
જેને પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જીને કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો. જ્યારે આ અકસ્માતમાં રામસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તેમને હળવદના સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે