દુર્ઘટના@મહેસાણા: બાઈક અને ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

અન્ય યુવક ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયો હતો.
 
દુર્ઘટના@મહેસાણા: બાઈક અને ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનવો સામે આવતા હોય છે. કડી તાલુકાના કરજીસણ નજીક રવિવારે બપોરે બાઈક અને ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાંદરડા ગામના બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવક ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયો હતો.

કડી તાલુકાના ચાંદરડા ગામના વતની અશ્વિનજી વિષ્ણુજી ઠાકોર રવિવારે તેમના મામાના ઘરે મેઉ ગામે મિત્ર જૈમિનજી ઠાકોર સાથે તેનું બાઈ લઈને જતો હતો. ત્યારે કરજીસણ નજીક વડસ્મા રોડ પર પૂરઝડપે આવતી ગાડીના ચાલકે ટક્કર મારતાં બાઇક સાથે ફંગોળાઇને રોડ પર પટકાયેલા ચાલક અશ્વિનજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે જૈમિનજી ઠાકોરને શરીરે ઇજાઓ થતાં ગાંધીનગર સારવાર માટે રીફર કરાયો હતો. અકસ્માત બાદ ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. મૃતકના પિતા વિષ્ણુજી ઠાકોરે નંદાસણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.