દુર્ઘટના@મહેસાણા: કન્ટેનર ચાલકે ટુ વહીલરને ટક્કર મારતા એક યુવકનું ઘટના સ્થળે મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના નુગર બાયપાસ નજીક પાટણના બે યુવકો ટુ વહીલર પર સવાર થઇ અમદાવાદ જતા હતા એ દરમિયાન તેઓને હોટેલ ટી.જી.ટી નજીક કટેનર ચાલકે ટક્કર મારતા એક યુવકને ઇજા થઇ તો ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.સમગ્ર અકસ્માત મા કન્ટેનર ચાલક ગાડી મૂકી ભાગી ગયો હતો.હાલમાં ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પાટણમા આવેલા મોતીશા દરવાજા બહાર હરિ નગર સોસાયટીમા રહેતા કૃણાલ ડોડીયા તેમનો ભાઈ જીગર અને મિત્ર મનીષ સોલંકી અમદાવાદ જવાનું હોવાથી કૃણાલ ડોડીયા પોતાની ગાડી લઈ અમદાવાદ જવા નીકળ્યા હતા.જ્યારે તેઓનો ભાઈ જીગર અને મિત્ર મનીષ સોલંકી GJ02UH8139 લઈ બન્ને જણા અમદાવાદ જવા નિકળ્યા હતા.
આ દરમિયાન મહેસાણા ના નુગર બાયપાસ પાસે આવેલ હોટેલ ટી.જી.ટી પાસે આવતા પાછળ થી GJ03BY9172 નંબર ના કન્ટેનર ચાલકે આગળ જતા ટુ વહીલર ને ટક્કર મારતા બને મિત્રો રોડ પર પટકાયા હતા.જેમાં જીગર ના માથા પર કન્ટેનર નું ટાયર ફરી વળતા તેણે ગંભીર ઇજા પહોંચી હતી.સમગ્ર અકસ્માત મા મનીષ સોલંકી ને પણ ઇજાઓ થઈ હતી.જ્યાં મનીષ સોલંકી એ જિગરના ભાઈ કૃણાલ ને અકસ્માત ની જાણ કરતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જ્યાં 108 ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી તપાસ કરતા ગંભીર ઇજાના કારણે જીગર નું મોત નીપજ્યું જોવાનું જણાવ્યું હતું.સમગ્ર કેસમાં અકસ્માત સર્જનાર કન્ટેનર ચાલક ગાડી સ્થળ પર મૂકી ફરાર થયો હતો.તેમજ મૃતકને પી.એમ માટે ખસેડી સમગ્ર કેસમાં કન્ટેનર ચાલક સામે કૃણાલ ડોડીયા એ મહેસાણા તાલુકા પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી.