બનાવ@રાજકોટ: ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલી નદીમાં ડુબી જતા યુવકનું મોત

 20 વર્ષના યુવકનો કોહવાઈ ગયેલો મૃતદેહ 
 
 બનાવ@રાજકોટ: ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલી નદીમાં ડુબી જતા યુવકનું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આ અંગે મળતી વિગત મુજબ નવા બનેલા એરપોર્ટની દીવાલ પાસે બેટી રામપર ગામે મસ્જીદ નજીક નદી કાંઠેથી અજાણ્યા આશરે 20 વર્ષના યુવકનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

જાણ થતા એરપોર્ટ પોલીસના પીઆઈ જે.એસ. ગામીતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અમૃત રાઠોડ તેમની ટીમના કોન્સ. રમણીકભાઈ વગેરે દોડી ગયા હતા. તપાસ કરતા મૃતક એરપોર્ટમાં બાંધકામનું કામ ચાલતું હોય તેમાં મજુરી કરતો હોવાનું ખુલ્યું હતું. જોકે તેનું નામ સરનામું જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.