ઘટના@ગુજરાત: ગણેશ વિસર્જન દરમિયાન ભાદર નદીમાં ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યું
તબીબે મૃત જાહેર કરતા પોલીસ મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
Sep 14, 2024, 10:47 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગણેશ વિસર્જન સમયે લોકો નદીમાં ગરકાવ થવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે. ધોરાજીના બહારપુરા વણકર વાસ ખાતે રહેતા હિરેન મુકેશભાઈ ભાસ્કર જે તેમના વિસ્તારમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખેલો હતો.
આ સમયે મોટી સંખ્યામાં યુવાનો સાથે ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવા માટે ભાદર નદી ખાતે પહોંચ્યા હતા. ગણેશ વિસર્જન કરતા સમયે ભાદર નદીમાં પગ લપસતા યુવક ઉન્ડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
હિરેન ભાસ્કર નામનો ધોરાજીનો યુવક ભાદર નદીમાં ડૂબી જતા તેમને બચાવવા માટે ધોરાજી નગરપાલિકા ફાયર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડતા હાજર તબીબે મૃત જાહેર કરતા પોલીસ મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.