બનાવ@સુરત: ગોડાઉનમાં મજૂરી કામ કરતા સમયે યુવક ઢળી પડ્યો અને મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
હાલમાં હાર્ટએટેકના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હાર્ટએટેકના બનાવો સામે આવતા હોય છે. સુરતના સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ટ્રક લોડિંગ સમયે 40 વર્ષીય યુવકની તબિયત લથડી હતી. યુવકની તબિયત લથડતાં બેભાન થઇ ગયો હતો. તેથી હોસ્પિટલ લઇ જવાતા ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કરાયો છે. યુવકનું મૂળ વતન ઉતરપ્રદેશ છે પરંતુ રોજીરોટી માટે છેલ્લા 10 વર્ષથી સુરતમાં એકલો રહેતો હતો. યુવકને બે સંતાનોએ પણ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉતરપ્રદેશના વતની 40 વર્ષીય લાલચંદ સરોજ સુરતના ઉધના સંજયનગર પાસે રહીને ટ્રક લોડિંગની મજુરી કામ કરતા હતા. પરિવારમાં પત્ની અને બે સંતાન છે જે વતનમાં રહે છે. લાલચંદ છેલ્લા 10 વર્ષથી સુરતમાં એકલા રહેતા હતા. મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લાલચંદ સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ટ્રક લોડિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓની તબિયત લથડી હતી.
મજૂરી સમયે લાલચંદ અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેઓને તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યા છે. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. લાલચંદને 2 વર્ષની દીકરો અને 5 વર્ષનો દીકરી છે. લાલચંદના મોતને લઈ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સાથે પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો હતો. હાલ તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં હાર્ટ એટેકથી મોત થયું હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.