ઘટના@વડોદરા: નાગરવાડા વિસ્તારના યુવકનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોત થયું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

હાર્ટે એેટેકના કારણે મોત થયાનું સામે આવ્યુ 
 
ઘટના@વડોદરા: નાગરવાડા વિસ્તારના યુવકનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોત થયું, જાણો સમગ્ર  ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમા હાર્ટ એટેકની ઘટનાઓ દિવસે દિવસે વધતી જઇ રહી છે. યુવાનોના હાર્ટ એટેકથી મોત થયાની અનેક ઘટનાઓ એક પછી એક સામે આવતી જ જઇ રહી છે. ત્યારે હવે વડોદરાના પણ એક યુવકનું હાર્ટે એેટેકના કારણે મોત થયાનું સામે આવ્યુ છે. વડોદરાના યુવકનું કુવૈતમાં હાર્ટ એટેક આવ્યા પછી મોત થયુ હોવાનો બનાવ સામે આવ્યો છે.

વડોદરાના નાગરવાડા વિસ્તારના યુવકનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોત થયું છે. 40 વર્ષીય પ્રકાશ ચૌહાણ નામનો યુવક કુવૈતમાં દરજીકામ કરતો હતો. તે નોકરી પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે ઢળી પડ્યો હતો. હૈયું કંપાવી દે તેવી આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક કામ કરતા-કરતા જ ઢળી પડે છે અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ જાય છે. યુવકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.