કાર્યવાહી@અરવલ્લી: યુવતીનું અપહરણ કરી હત્યા કરવા મામલે યુવકને આજીવન કેદની સજા

 લાશ ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી.
 
કાર્યવાહી@અમદાવાદ: 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષ કેદની સજા કોર્ટે ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અરવલ્લી જિલ્લાના મેઘરજમાંથી એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ અને તેની હત્યા કરી તેની લાશ ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. ઘટનામાં પોલીસે તપાસ ઙાથ ધરતા આરોપી હત્યારાને ઝડપી લઈને જેલના હવાલે કર્યો હતો. મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી હત્યારાને આજીવન કેદની સજા ફટકારી છે.

મોડાસા એડિશનલ સેશન કોર્ટમાં હત્યા કેસ ચાલી જતા આરોપીને આજીવન કેદ કરવાનો હુકમ કર્યો છે. મેઘરજના મોટી પંડુલીની ૨૧ વર્ષીય યુવતી મનિષા જયંતીહબાઈ ડેડુણનું અપહરણ થયુ હતુ. અપહરણ બાદ યુવતીની લાશ બેડજના ડુંગર વિસ્તારમાંથી મળી આવી હતી. યુવતીની લાશ ડુંગરના જંગલ વિસ્તારમાં એક ઝાડ પર લટક્તી હાલતમાં મળી આવી હતી.

લટક્તી લાશ જોઇને મામલો આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો હોવાનું જણાતા એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી હતી. મેઘરજ પોલીસે તપાસ કરતા આરોપી કિરણ મનોહરલાલ ભગોરા સુધી પહોંચી હતી. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વિરપુરના આરોપીને પોલીસે ઝડપી લઈને તપાસ શરુ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આ અંગેનો કેસ મોડાસા કોર્ટમાં ચાલી જતા તેને આજીવન કેદની સજાનો હુકમ કરાયો છે.