ઘટના@ભાવનગર: અજાણ્યા શખ્સોએ કરેલા હુમલામાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત

યુવકનું સારવાર દરમિયાન મોત
 
ઘટના@ભાવનગર: અજાણ્યા શખ્સોએ કરેલા હુમલામાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં બે દિવસ પહેલા છરી વડે કરવામાં આવેલ હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો, ઘોઘારોડ પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ખેડૂતવાસ રૂવાપરી રોડ સરકારી શાળાની બાજુમાં આવેલ પ્લોટ નં.34 માં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા યુવાન મનીષભાઈ કાંતિભાઈ સોલંકીએ ગત તા.9 ના રોજ ઘોઘાસર્કલમાં આવેલ ભવાની પાન પાસે રોડ ઉપર તેમના એક્સેસ સ્કૂટર ઉપર બેઠા હતા, ત્યારે બે થી ત્રણ અજાણ્યા ઈસમોએ આવીને છરી છરીના પાંચથી સાત જેટલા ઘા ઝીંકી બંને હાથ, પીઠ, ખભા સહિતના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. હુમલાની આ ઘટનામાં ઇજાગ્રસ્ત મનીષ સોલંકીને 108 મારફત સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજરોજ તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો.

આ ઘટના અંગે મનીષભાઈના પિતા કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીએ બે થી ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘોઘારોડ પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તથા હાથ ધરી છે. હુમલાના દસ દિવસ પહેલા પણ મૃતકને માર માર્યો હતો, ઘોઘાસર્કલમાં કરવામાં આવેલા હુમલામાં ઇજાગ્રત મનીષભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થતા આ બનાવ હત્યામાં પરિણામ્યો છે.