દુ:ખદ@જેતપુર: પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું

વિજય મેઘનાર્થી નામ હતું
 
દુ:ખદ@જેતપુર: પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવ વધતા ચિંતા વ્યાપી ગઈ છે.યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. વિજય મેઘનાર્થી નામના 26 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. યુવાનને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લવાતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતકના મૃતદેહને પીએમ અર્થ ખસેડાયો હતો. આ સમાચારને કારણે પરિવાર અને આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે