ઘટના@ભરૂચ: હોળી પ્રગટાવવાના સમયે એક યુવક દાઝતા સારવાર માટે ખસેડાયો
તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો
Mar 25, 2024, 11:58 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હાલ તહેવારોની ઉજવણી થઇ રહી છે. ત્યારેય કેટલા અવનવા બનાવો સામે આવતા હોય છે. ભરૂચ જિલ્લાના વોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયમાં એક યુવક દાઝયો હતો.જેને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગતરોજ હોળીનો તહેવાર હોય અનેક ગામો અને શહેરોમા હોળી પ્રગટાવવા આવી હતી.જેની લોકોએ પૂજા અર્ચના કરી હતી.ત્યારે ભરૂચ જિલ્લાના વોરાસમની ગામમાં પણ ગ્રામજનો દ્વારા હોળીનું આયોજન કર્યું હતું.ગામમાં હોળી પ્રગટાવવાના સમયે ગામનો એક 23 વર્ષીય કરણ વસાવા નામનો યુવક હાથે, પગ,ઘૂંટણ,પેટ અને ગળાના ભાગે દાઝયો હતો. જૅથી ગ્રામજનોએ તેને બચાવી તાત્કાલિક સારવાર 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.