બનાવ@ધોરાજી: પ્રેમિકાને મળવા આવેલા યુવકનું અપહરણ કરી, ઝાડ સાથે બાંધી માર માર્યો

 ઉતારી આરોપી નાસી છૂટ્યા હતાં.
 
બનાવ@રાજકોટ: સાળા-બનેવી વચ્ચે મારામારી થતા, બંને યુવાનોને સારવારમાં ખસેડવામાં આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ધોરાજીમાં પ્રેમિકાને મળવા આવેલા માંગરોળના યુવકનું અપહરણ કરી વંથલી સીમમાં લઈ જઈ ઝાડ સાથે બાંધી પાઇપથી ફટકારી બાદમાં યુવતી તેની બહેન છે તેવો વિડીયો ઉતારી વંથલી પોલીસ મથકમાં ઉતારી આરોપી નાસી છૂટ્યા હતાં.

બાદમાં યુવક સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ધોરાજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે માંગરોળના લુહારવાડી બંદર રોડ પર રહેતાં બુરાનમિયા ઇકબાલમિયા કાદરી (ઉ.વ.25) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ફરજાના અબ્દુલ્લા બકાલી (રહે. ધોરાજી), આદિલ સોઢા, ફૈઝલ સોઢા, સાઈબાન ઓસમાણ સર્વદિ (રહે. વંથલી) અને આસીફ જેઠવા (રહે. કેશોદ) નું નામ આપતા ધોરાજી સીટી પોલીસે આરોપીઓ વિરૂદ્ધ અપહરણ કરી મારમાર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઇ તા.24/02 ના તેમની ધોરાજી રહેતી ફ્રેન્ડ અસ્માબેન કાસમભાઈ સોઢા તેના માસી ફરજાનાબેનના ઘરે છેલ્લા પાંચેક મહીનાથી રહે છે. તેણીએ ફોન કરેલ કે, તમો અહીંયા ધોરાજી આવો મારે તમારી સાથે વાત કરવી છે જેથી યુવક તેની ફ્રેન્ડના માસીના ઘરે ગયેલ હતો. બંન્ને વાતો કરતા હતા તે દરમ્યાન તેણીના માસી તેઓને જોય ગયેલ

જેથી તેના માસી યુવતીને તેના ઘરમાં લઇ ગયેલ અને બંનેને ઢીકાપાટુંનો માર મારવા લાગેલ અને તેમની ફ્રેન્ડના ભાઇઓને ફોન કરી બોલાવતા આદિલ સોઢા, ફૈઝલ સોઢા અને તેનો બનેવી આસીફ જેઠવા, સયબાન ઘસી આવ્યા હતાં અને બંનેને માર મારી ઘરની બહાર લાવેલ હતાં.

બાદમાં ફરિયાદીને આરોપીઓએ બાઇકમાં બેસાડી વંથલી કોઇની વાડીએ લઇ ગયેલ અને ત્યાં ઝાડ સાથે બાંધી ચારેય શખ્સો પાઇપથી માર મારવા લાગેલ અને મારી નખવાની ધમકી આપી ચલમ પીતા હતા. દરમિયાન આદીલને કોઈનો ફોન આવતાં આસીફ અને ફેઝલ તેમને કારમાં કણજા ગેબનશાપીરની દરગાહમાં લઈ ગયેલ અને ત્યાં વિડીયો ઉતારી કસમ ખવડાવેલ કે, અસ્માના ને બેન બોલાવી તેનો વિડીયો બનાવેલો.

ત્યારબાદ આદીલને કોઈનો ફોન આવતાં આસીફ જેઠવા અને ફેઝલ સોઢા બંન્ને બાઇકમાં બેસાડી વંથલી પોલીસ સ્ટેશનમાં લઇ ગયેલ ત્યાં હાજર સાહેબએ શું થયું તેમ પુછેલ પરંતું બોલવાની હીંમત ન હતી ત્યારબાદ તે માંગરોળ જતો રહેલ હતો.

બાદમાં બીજા દિવસે તે સારવારમાં ખસેડાયો હતો. ત્યારબાદ તે ધોરાજી ફરિયાદ કરવાં આવતો હતો ત્યારે જૂનાગઢ તેમના ફઇની ઘરે રોકાતાં તેમના ફઈને પણ આદિલે ફોન કરી બુરાને પોલીસ ફરીયાદ કરી છે કે, જો ફરીયાદ કરી હશે તો લફરું થશે તેવી ધમકી આપી હતી.

બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી સીટી પોલીસે ગુનો નોંધી આરોપી એક મહિલા સહિત પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

યુવકને કણજા દરગાહમાં લઇ જઇ યુવતીને બહેન કેવડાવી વિડીયો ઉતાર્યો
રાજકોટ,તા.28

ધોરાજી પ્રેમિકાને મળવા આવેલા માંગરોળના યુવકનું યુવતીના ભાઈ સહિતના શખ્સો અપહરણ કરી વંથલીની સીમમાં લઈ જઈ મારમાર્યા બાદ યુવકને કણજા ગામ નજીક આવેલ ગેબનશાહ પીરની દરગાહ પર લઈ જઈ અને યુવતીને બહેન કેવડાવી યુવકનો વિડીયો ઉતારી વંથલી પોલીસ મથકે ઉતારી ગયાં હતાં.