છેતરપિંડી@અમદાવાદ: સરકારી નોકરી મેળવવાની લાલચમાં યુવકે રૂ. 48 લાખ ગુમાવી દીધા

 નર્સ અને તેના મળતીયાએ 4 લાખનો ચુનો લગાવ્યા 
 
 છેતરપિંડી@જામનગર: પુત્રને MDના અભ્યાસ માટે NRI ક્વોટામાં એડમિશ આપવાના બહાને ખંખેર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકો સરકારી નોકરી મેળવવા માટે ગમે તે કરવા માટે તેયાર થઇ જતા હોય છે. ત્યારે લેભાગુ તત્ત્વો આવા લોકો પાસેથી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવતા હોય છે. મેઘાણીનગરના યુવકને સમાજ કલ્યાણ ખાતામાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી સિવિલની નર્સ અને તેના મળતીયાએ 4 લાખનો ચુનો લગાવ્યા હતો.

નોકરી માટે 8 લાખ નક્કી કર્યા હતા. એડવાન્સમાં 4 લાખ લીધા હતા. મેઘાણીનગરના યુવક જેવા કુલ 12 લોકો પાસેથી 48 લાખ પડાવવામાં આવ્યા હતા. જ્યારે મુદ્રા લોન અપાવવાના 10 હજાર લેખે નર્સ અને મળતીયાએ 64 લોકો પાસેથી 6.40 લાખ પડાવ્યા હતા. આ બાબતે અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ફરિયાદ નોંધી પીએસઆઇ વિક્રમસિંહ સિસોદિયાએ તપાસ શરૂ કરી છે.

સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સાની જાણવા મળતી વિગતો એવી છે કે મેઘાણીનગરમાં રહેતો રાહુલ પટણી નરોડા જીઆઇડીસીમાં કામ કરે છે. તેને સમાજના લોકો પાસેથી જાણ થઇ હતી કે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા રમીલાબેન પટેલ અને વિજાપુરનો રાજુભાઇ ચુનીલાલ નાઇ ઉર્ફે લાલાભાઇ લોકોને મુદ્રા લોન મંજૂર કરાવી આપી છે. તેઓ 10 લાખની લોનના કમિશન પેટે 10 હજારની વસૂલાત કરે છે.

રાહુલને પૈસાની જરૂર હોવાથી તે પોતાના મોટાભાઇ જયેશ સાથે રમીલાબેનને સરકારી ક્વાર્ટરમાં મળવા માટે ગયો હતો અને મુદ્રા લોનની વાત કરી હતી. 10 લાખની મુદ્રા લોન માટે કમિશનના 10 હજાર રમીલાબેનને આપવામાં આવ્યા હતા. સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટસ પણ તેમને આપવામાં આવ્યા હતા.

લોન માટે રમીલાબેને મળવાનું થતું હતું ત્યારે તેમણે રાહુલને જણાવ્યું હતું કે કોઇને સમાજ કલ્યાણ ખાતામાં નોકરી મેળવવી હોય તો તે પોતાના ઓળખીતા લાલાભાઇ નાયી મારફતે સરકારી નોકરી પણ અપાવી શકે છે.

રાહુલે તપાસ કરતાં રમીલાબેન અને લાલાએ ઘણા લોકો પાસેને સરકારી નોકરી અપાવવાની ખાતરી આપી તેમની પાસેથી પૈસા લીધા હતા. રાહુલને પણ સરકારી નોકરી મેળવવી હોવાથી તેણે પણ નોકરી માટે તેમનો સંપર્ક કર્યો હતો. જેમાં રમીલાબેન અને તેમના મળતીયાઓએ નોકરીના 8 લાખ માંગ્યા હતા. જેમાં 4 લાખ એડવાન્સ અને 4 લાખ નોકરી બાદ આપવાનું નક્કી થયું હતું. જેથી રાહુલે તેમને 4 લાખ આપ્યા હતા.

એકાદ વર્ષ સુધી નોકરી નહીં મળતાં રાહુલે તપાસ કરી અને તેને ખાતરી થઇ કે પોતાની સાથે છેતરપિંડી થઇ છે. તપાસ કરતાં રમીલાબેન અને લાલભાઇએ 12 લોકો પાસેથી નોકરીના 48 લાખ અને 64 લોકો પાસેથી લોનના 6.40 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. રાહુલે આ બાબતે ફરિયાદ નોંધાવતાં ક્રાઇમ બ્રાંચ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.