ચૂંટણી@ગુજરાત: પાલિકા-પંચાયત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 5 યાદી જાહેર કરી
આમ આદમી પાર્ટીએ 5 યાદીમાં કુલ 348 ઉમેદવારો જાહેર કર્યા છે.
Apr 6, 2026, 19:51 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આમ આદમી પાર્ટીએ આગામી 26 એપ્રિલે યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે.
આ યાદીમાં મહાનગરપાલિકાના 26, નગરપાલિકાના 55, જિલ્લા પંચાયતના 35 અને તાલુકા પંચાયતના 232 ઉમેદવારોના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ પાંચમી યાદીમાં કુલ 348 ઉમેદવારો જાહેર કર્યા છે.

