ચૂંટણી@ગુજરાત: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ત્રીજી યાદી જાહેર કરી, 75 ઉમેદવારોના નામની જાહેર

ભાજપ અમદાવાદમાં 192 બેઠક માટે એક વોર્ડમાં 12 નામ નક્કી કરશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

કોંગ્રેસ સાંજ સુધીમાં પહેલી યાદી જાહેર કરશે. AMCની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરને રિપીટ કરશે,જેમાં શહેઝાદ ખાન, જગદીશ રાઠોડ, નીરવ બક્ષી, રાજશ્રી કેસરીની ટિકિટ લગભગ નક્કી છે.

ભાજપ અમદાવાદમાં 192 બેઠક માટે એક વોર્ડમાં 12 નામ નક્કી કરશે. તેને લઈને શહેર ભાજપે સંકલન સમિતિની બેઠક બોલાવી છે. આજે બીજા દિવસે પણ સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં પશ્ચિમ વિસ્તારના નામો માટે ચર્ચા કરાશે. સાથે જ ભાજપે આજથી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે અને ઘરે ઘરે પત્રિકા વિતરણ શરૂ કર્યું છે.